Hot Posts

6/recent/ticker-posts

Top 10 Gujarati Kavita For Love (ગુજરાતી કવિતા)

Top 10 Gujarati Kavita For Love (ગુજરાતી કવિતા)

આ આધુનિક યુગમાં લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ગુજરાતી સાહિત્યને જીવંત રાખવા માટે અમે ગુજરાતી કવિતાઓને તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આ આર્ટિકલમાં Top 10 Gujarati Kavita For Love ની બેસ્ટ કવિતાઓ આપણી સમક્ષ રજુ કરવામાં આવી છે.

Top 10 Gujarati Kavita For Love

Gujarati Kavita For Love
Gujarati Kavita For Love

દિલ તો ચાહે છે ભરી દઉ માંગ આજ કવિતાના ભાલ પર

દિલ તો ચાહે છે ભરી દઉ માંગ આજ કવિતાના ભાલ પર,
જિંદગી મારી આખી લૂંટાવી દઉ તારા લટકતા બાલ પર.

રોજ શમણામા આવી મને ઘાયલ કરી જવું કેમ પોસાય?
મન મારું રોજ ઘુમરીઓ ખાય છે તારી હઠીલી ચાલ પર.

સમજાવવું કંઈ રીતે મારા આ મન મોજીલા મનને યારો?
દિલ તો ચાહે છે બની આહૂડા વહી જાઉં તારા ગાલ પર.

ઘાયલ કરી નાખનારી ગઝલો કલમથી હવે ખૂબ લખાય છે,
આવી મળ જલ્દી નહીંતર આવી જઈશ ખોટી બબાલ પર.

“મોજીલો ” માસ્તર…

એક તરફી પ્રેમ કરવામાં મજા છે

એક તરફી પ્રેમ કરવામાં મજા છે,
છો મળેને વ્હેમ કરવામાં મજા છે,

સમજવું જે હોય એ સમજે ભલેને,
વ્હેમ મોટું ઢેમ કરવામાં મજા છે,

એમની ચાહત મળે કે ના મળે છો,
ચાહવાની નેમ કરવામાં મજા છે,

આપની ઈચ્છા મુજબ તો જીવવું છે,
જે કહેશો એમ કરવામાં મજા છે,

પ્રેમની કિંમત કરી લેજો હવે કૈ,
પ્રેમ સાચું હેમ કરવામાં મજા છે,
હિંમતસિંહ ઝાલા

“”ખોવાયો છું ક્યાંક””


તારા આ શ્વાસ મા જ આ જગત મહેકાયું,
તુ જ કહેને કે,
મારો જ શ્વાસ તુ,
અને હું તારા માં જ ક્યાંક છુપાયો,

ગોત તારા હૃદય ના એ ઊંડાણ માં,
જડી બુટ્ટી થી પણ વિશેષ,
એ પ્રેમ ભીતર મહી છુપાયો.,

ઊડતી આ ધૂળ માં,
અને મહેકતા આ શહેર ની ગલીઓ માં,
ક્યાંક શોધી રહી મારી આંખો તને,
પણ તુ તો અંતર મહી છુપાયો.

હવે કેટલુંક ચૂપ રહીશ,
આવ અને મહેક મારા આ,
નાનકડા અનંત માં,
હું છુપાયો તારી પ્રતીક્ષા ના પ્રેમ માં

_ Anny Patel

આ પણ વાંચો > ગુજરાતી કવિતા સંગ્રહ

બારણે મોરલા ચિતરું હું હવે

બારણે મોરલા ચિતરું હું હવે,
આંગણે આવવા નોતરું હું હવે,

આવશે કે નહીં તું મને શું ખબર?
રોજ દિલને ઘણું છેતરું હું હવે,

યાદ મારી તને આવતી તો હશે,
યાદમાં રોજ દિલ જોતરું હું હવે ,

પ્રેમમાં રોજ તડપી રહ્યો છું બકા,,
જાતને કેમની વેતરું હું હવે?

કોઈ દિલમાં દફન લાગણી શોધવા,
પ્રેમની આ ધરા કોતરું હું હવે,
હિંમતસિંહ ઝાલા

ચાલો, વર્ણન કરું આજ તમારું આમ કંઇક

ચાલો, વર્ણન કરું આજ તમારું આમ કંઇક,?
દર્પણ કાઢી તમને જોવ ખુદ માં આમ કંઇક..!!

નિર્મળ કોમળ ઊર્મિ વહે છે તમારે આમ કંઇક,!
જાણે સ્પંદન બનતું એમાં નિર્દોષ આમ કંઇક..!!

ખુશીઓ ના પાસવર્ડ ની ચાવી છો તમે આમ કંઇક,!
ખિલખિલાટ હાસ્ય ની ગમતી ભાષા છો આમ કંઇક..!!

કર્મ ધર્મ સર્વ માં મનગમતું મંત્ર છે તમે આમ કંઇક,!
નિસ્વાર્થ સેવા માં ખીલેલું શોર્ય છો તમે આમ કંઇક..!!

સર્જક ના સર્જન નું એક ચિત્ર છો તમે આમ કંઇક,!
હજાર હાથ રૂપી સ્વાશ ની દોરી છો તમે આમ કંઇક..!!

નિર્ભય નીડર અંદાજો માં વસો છો તમે આમ કંઇક!
મહેક દિલ ની ખીલતી તમાંરા અહેસાસ માં કંઇક!!

તમે પામો અગણિત આનંદ ને સર સિદ્ધિઓ કંઇક,
એવી યાચના તામારી હું કરું પ્રભુ પાસે આજ કંઇક……
Anny patel

વરસતો વરસાદ છે

વરસતો વરસાદ છે,
સંભળાતો સાદ છે,

શાંત રાત્રીમાં જરા,
સંભળાતો નાદ છે,

વૃક્ષને લાગે થયો,
વાયરાનો વાદ છે,

આંખ વરસી ઘણી,
રોવડાવે યાદ છે,

સૌએ ભીંજાઈ રહ્યા,
પણ તું જોને બાદ છે,
હિંમતસિંહ ઝાલા

વહાલને તારા પ્રેમથી સાચવું છું

વહાલને તારા પ્રેમથી સાચવું છું,
હૈયામાં એને મારા છુપાવું હું.

ખુશીઓનો એ સહારો લાગે,
દીકરી તને વહાલથી રમાડું હું.

નિષ્ઠા છે તારી સુમધુર લાગણીઓ પર,
લાગણી એથી વહાલભરી વરસાવું હું.

સુખમાં પાછળ દુઃખમાં આગળ,
હૈયું તારું એવું અનુભવું હું.

કરુણા ભરી અનહદ હૈયામાં,
આંખોમાંથી તારી વરસતી જોઉં હું.

હૈયું મૌલિક મલકાતું સદાય તારું,
દેવી સ્વરૂપ તને નિહાળું સદાય હું.
– મૌલિક પટેલ

અધરે આવીને ક્યાંક અટકી ગયું

અધરે આવીને ક્યાંક અટકી ગયું,
વાચ્યું નામ તારું મન મલકી ગયું.

લખ્યું કાગળ ઉપર સ્હેજ પ્રણય,
કલમને પણ લખતા થોડું ખટકી ગયું.

રાખ્યું સ્મૃતિમાં સચોટ સરનામું તારું
ડગર હતી સાચી છતાં મન ભટકી ગયું.

ઊભી જોઈ જ્યારે મેં તને કમાડે,
મારું હૃદય એક ધબકારા ચુકી ગયું,

હતું સચવાયું આંખોના કિનારે અશ્રુ,
તને રૂબરૂ જોઈ એ ધીમેથી છલકી ગયું.
દિપીકા પટેલ (દીપ)

ઝંખનાઓ ઘણી બાકી હતી

ઝંખનાઓ ઘણી બાકી હતી,
જિંદગી પણ હવે થાકી હતી.

દર્પણને વારંવાર સાફ કરતા રહ્યાં ,
રજકણ નહીં આંખો ઝાંખી હતી.

દરિયો લઈને બેઠાતા લાગણીનો,
છતાં એક બુંદની તરસ બાકી હતી.

રોજેરોજ જે આંખો સજે કાજળથી,
વાટ જોઈ એપણ હવે હાંફી હતી.

કરવી’તી એકાદ બે વાતો હૃદયની,
પણ,શ્વાસને અટકવાની ઉતાવળ હતી.
દિપીકાપટેલ (દીપ)

રાત અંધારી હવે લાગી મને તારા વિના

રાત અંધારી હવે લાગી મને તારા વિના,
જાત ગાંધારી હવે લાગી મને તારા વિના,

તું નથી તો કોણ મારું ?જિંદગી બેરંગ આ,
સાવ નોંધારી હવે લાગી મને તારા વિના,

ના કશો રોમાંચ લાગે જિંદગીમાં તો મને,
સાવ એકધારી હવે લાગી મને તારા વિના,

રાહ જોઈ આંખ મારીયે ઘણી થાકી હવે
આંખ અણધારી હવે લાગી મને તારા વિના,

જિંદગી મારી કપાઈ રોજ આ વિયોગમાં,
ધાર બેધારી હવે લાગી મને તારા વિના,
હિંમતસિંહ ઝાલા

ગુજરાતી સાહિત્યને વધુ જાણવા અહીં ક્લિક કરો

જો તમને Gujarati Kavita For Love ની આ કવિતાઓ ગમી હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ના ભૂલતા
આભાર

Post a Comment

0 Comments