Hot Posts

6/recent/ticker-posts

Top 10 ગુજરાતી કવિતા (Gujarati Kavita) in Gujarati

Top 10 ગુજરાતી કવિતા (Gujarati Kavita) in Gujarati, Gujarati Kavita On Dosti, Gujarati Kavita For Love

Gujarati Kavita
Gujarati Kavita

Gujarati Kavita Collection


તને તારવાં અહીં, કોઈ તારણહાર નહીં મળે, 

તને તારવાં અહીં, કોઈ તારણહાર નહીં મળે,
બેશક દરદ મળશે અહીં, ઉપચાર નહીં મળે.

આ કાગડો વિશ્વાસનો, ઊડી જશે, પછી,
મેરું જ્યાં માથે તૂટશે, આધાર નહીં મળે.

તું જીંદગીને જીવ, દિલ ખોલીને, ખુશ થઈ,
આ મોત જ્યારે આવશે, અણસાર નહીં મળે.

એ તો મળે છે બસ ખુશીમાં, સુખમાં, હર્ષમાં,
આ દુખ મહીં, તને કોઈ ભાગીદાર નહીં મળે.

ઈશ્વરને શોધે છે ક્યાં તું પથ્થર મહીં, અહીં,
તું જાંખ તારી માંહ્યલે, ઈશ બહાર નહીં મળે.

“પ્રકાશ-ઘાયલ”

પાછલા  બારણે  નીકળી   ના જવું,

પાછલા બારણે નીકળી ના જવું,
કોઇને આંખથી તો છળી ના જવું,

બેકરારી જુઓને અમારી તમે,
દૂર એમજ શરમથી ટળી ના જવું,

ના સહેવાય અમથી વિરહ તો જરા,
ને તડપતા મૂકીને વળી ના જવું

એમની આ ખુશીથી વઘુ હોય શું?
જોઈને એમને કૈ બળી ના જવું,

ધીર ધરવી પડે જિંદગીમાં ઘણી,
કોઈના પર કદી ઉકળી ના જવું,

જાય વ્હેતા પવનમાં ભલે બધા,
ઢાળ જોઈ કદી કૈ ઢળી ના જવું,

ખુદની ઈજ્જત કશી હોવી તો જોઈએ,
સાવ અપમાન કાંઈ ગળી ના જવું,

માંગવી જોઈએ દિલથી કૈ દુવા,
સાવ અમસ્તા કદી કૈ મળી ના જવું,

દર્દની આગ દિલમાં સળગતી ભલે,
સાવ એમ જ હવે પીગળી ના જવું,

જાત સંભાળતા ન જરા આવડે,
તો કદીયે ઉંચે ઊછળી ના જવું,

હિંમતસિંહ ઝાલા

કોણ  જાણે  હવે  શું  વહેવાર  છે?

કોણ જાણે હવે શું વહેવાર છે?
સૌ કહે કે તમારો મને પ્યાર છે,

તો કહો વાત સાચી કદી તો મને,
તું વસે છે હદયમાં, તું સંસાર છે,

ચાહું હું આપને છે બધાને ખબર
ને છતાંયે તમારી જ જાણ બ્હાર છે,

પૂછ પાગલ હૃદયને પીડા થાય ક્યાં?
આંખમાં દેખજો આંસુની ધાર છે,

છે પ્રણયનું ય ઈનામ શું એ કહો,
વેદનાને વિરહ,આંસુનો ભાર છે,

હિંમતસિંહ ઝાલા

આ પણ વાંચો > Gujarati Kavita For Love

સમય

એ હસાવે છે, અને એ તો રડાવે પણ છે,
નાચ સૌને નિતનવાં એ તો નચાવે પણ છે.

આપણું છે કોણ, ને છે પારકું અહીં કોણ ?
દૂધનું એ દૂધ ને પાણી, બતાવે પણ છે.

એ નમાવે પણ, કદી દે રાજગાદી પણ એ,
જાદુ એનાં એ કદી એવાં ચલાવે પણ છે.

સાચવો જો એને તો, એ આપણો થઈ જાય,
ને પછી એ સાથ કાયમ અહીં નિભાવે પણ છે.

જો ન ગણકારો, તો વસમું એ બતાવે રૂપ,
એનો ચહેરો એની મેળે એ ઉઘાડે પણ છે.

જીંદગી સહેલી નથી, સહેલાં નથી આ શ્વાસ,
દાખલાં એવાં સમય અઘરાં, ભણાવે પણ છે.

હોય મનનાં કે પછી તનનાં દરદ જે નાસૂર,
ઘાવ પર એવાં, “સમય” મરહમ લગાવે પણ છે.

“પ્રકાશ-ઘાયલ”

સમજી વિચારી ચાલજો દોસ્તો,  સમય સારો નથી, 

સમજી વિચારી ચાલજો દોસ્તો, સમય સારો નથી,
આ વાત મારી માનજો દોસ્તો, સમય સારો નથી.

પળમાંય પળ બદલાય ને પળમાં પ્રલય પણ થાય છે,
મજબૂત દિલને રાખજો દોસ્તો, સમય સારો નથી.

આજે ધરમ કરતાં પડે છે ધાડ, ડાકણ કહો શું ખાય ?
દરિયે દયા અહીં નાખજો દોસ્તો, સમય સારો નથી.

સુખમાં ભલે ના સાંભરું, બસ યાદ રાખો આટલું,
મને સાદ દુઃખમાં આપજો દોસ્તો, સમય સારો નથી.

ધોળું બધું કંઈ દૂધ નહીં, પથ્થર બધા ઈશ્વર નથી,
પીધાં પહેલાં ચાખજો દોસ્તો, સમય સારો નથી.

પાણીમાં લાગે આગ, લાગે હૂંફનો પણ તાપ અહીં,
માણસથી પણ સંભાળજો દોસ્તો, સમય સારો નથી.

વિશ્વાસ પળનોયે નથી, પળમાં બુજાયે આ “પ્રકાશ”,
દિલથી હું કઉં છું આવજો દોસ્તો, સમય સારો નથી.

“પ્રકાશ-ઘાયલ”

ભૂખ્યાં ગરીબોને, અહીં આ મોંઘવારી મારી નાખશે, 

ભૂખ્યાં ગરીબોને, અહીં આ મોંઘવારી મારી નાખશે,
ને જે બચી ગ્યાં એને બેકારી, બિમારી મારી નાખશે.

માંગે ય નહીં કે છીનવી પણ ના શકે, કેવી છે દુવિધા,
અહીં તો ઘણાં એવાંય છે જેને ખુમારી મારી નાખશે.

ડર એ નથી કે, ચોરની અહીં બેવફાઈ મારી નાખશે,
અહીં શાહુકારોની, સળગતી શાહુકારી મારી નાખશે.

ને વૈદ પણ છૂટી પડ્યાં ને આ હકીમો પણ કહી રહ્યાં,
તને આ બિમારી નૈ, તારી જવાબદારી મારી નાખશે.

આ હાથનાં કર્મો હવે હૈયા તણાં વાગી રહ્યાં “પ્રકાશ”,
લાલચ તણી માનવને, તેની હોંશિયારી મારી નાખશે.

“પ્રકાશ-ઘાયલ”

હું શિક્ષક છું…

બાળકોને ખુદના ગણી ભણાવુ,
ગદ ગદ છાતીને હું રોજ ફુલાવુ.

ઉછેર મારો કંઈ મા થી કમ નથી,
સંસ્કારમા માના સ્તરને હું ગણાવું.

લઈ ફરું ફલક પર સમાજનો ભાર,
ભારતનું ભાવી વર્ગમાં રોજ ચણાવુ.

ઉતારી પાડે મને પરવા કરતો નથી,
દુ:ખો મારા ક્યા કદી કોઈને જણાવું.

ઉચ્ચ નિચને અહીં કોઈ સ્થાન નથી,
ગણી સૌને સમાન વર્ગમાં હું ભણાવું.

મોજીલો માસ્તર

કદી   પાંપણે  ઝુલવાનું  થશે  કે?

કદી પાંપણે ઝુલવાનું થશે કે?
કદી આંગણે ખેલવાનું થશે કે?

રહસ્યો બધા જાણવા છેય મારે,
કદી દિલને તો ખોલવાનું થશે કે?

ઘણી વાત દિલમાં દબાવી તમે તો,
કદી સાચું તો બોલવાનું થશે કે?

સહન વધારે કર્યું કોણ જાણે?
કદી દર્દને તોલવાનું થશે કે?

મહેંકીય ઉઠશું અમે પ્રેમથી કૈ,
કદી બ્હારમાં ખીલવાનું થશે કે?

ચૂકવ્યા છે મેં દામ શું લાગણીના?
કદી પ્રેમને મૂલવાનું થશે કે?

લખ્યું મેં હતું નામ કંઇક રૂપાળું
કદી નામને ભૂલવાનું થશે કે?

હિંમતસિંહ ઝાલા

જગ નમે છે બસ એથી, હું કોઈને નમતો નથી, 

જગ નમે છે બસ એથી, હું કોઈને નમતો નથી,
આમ ગાડરિયા પ્રવાહ મહીં તો, હું તરતો નથી.

હોય વેરી કે જગત, કે ઈશ સ્વયં હો ને ભલે,
જાત છોડી જગ મહીં, કોઈથી હું ડરતો નથી.

તારી પાસે માંગવામાં, આટલો વાંધો છે ઈશ,
માવતર છોડીને મારાં, ક્યાંય હું નમતો નથી.

ચાહ જેને તારી છે ઈશ, મળ એ સૌને તું અહીં,
બસ મારાં માંબાપ છોડી, કંઈ જ હું રટતો નથી.

ભૂખ ભૂખ્યાંઓની ભાંગું, તક મળ્યે દઉં હું મદદ,
ધૂપ દીવા, અને તિરથ પણ કોઈ, હું, કરતો નથી.

જન્મ દે ઈશ તું યુગો લગ, મોક્ષ જંખે ના “પ્રકાશ”,
માવતર છોડી કોઈ પણ સ્વર્ગ હું ભજતો નથી.

“પ્રકાશ-ઘાયલ”

જાત તારી મન મુજબ, ઢાળી શકે તો ઢાળ તું,

જાત તારી મન મુજબ, ઢાળી શકે તો ઢાળ તું,
નહીં તો જગની રીતને, ખાળી શકે તો ખાળ તું.

ભ્રમ છે, છે કલ્પના, બસ વ્હેમ છે આ જીંદગી,
જીંદગીની આ હકીકત, પાળી શકે તો પાળ તું.

જો ખૂબ આપે દરદ એ, આટલી કરજે દવા,
મનની ઈચ્છા ને અપેક્ષા, વાળી શકે તો વાળ તું.

એક શ્રીફળ, ચાર છાણાં, લાકડાંથી શું થશે ?
આગમાં સાથે અહમ, બાળી શકે તો બાળ તું.

ને મિલાવટ સ્વાર્થની અહીં પણ રહેવાની “પ્રકાશ”,
લાગણીમાં પ્રેમ અહીં, ગાળી શકે ગાળ તું.

“પ્રકાશ-ઘાયલ”

કવિતાઓ ગમી હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે share કરો.

Post a Comment

0 Comments